Shree Hari ni Swabhavik Chesta | Swaminarayan Film | Full Chesta 3D Animation | Chesta na Pado


પ્રથમ શ્રીહરિને રે, ચરણે શીશ નમાવું; નૌતમ લીલા રે, નારાયણની ગાઉં…૧ મોટા મુનિવર રે, એકાગ્ર કરી મનને; જેને કાજે રે, સેવે જાય વનને…૨ આસન સાધી રે, ધ્યાન ધરીને ધારે; જેની ચેષ્ટા રે, સ્નેહ કરી સંભારે…૩ સહજ સ્વાભાવિક રે, પ્રકૃતિ પુરુષોત્તમની; સુણતાં સજની રે, બીક મટાડે જમની…૪ ગાઉં હેતે રે, હરિનાં ચરિત્ર સંભારી; પાવન કરજ્યો રે, પ્રભુજી બુદ્ધિ મારી…૫ સહજ સ્વભાવે રે, બેઠા હોય હરિ જ્યારે; તુલસીની માળા રે, કર લઈ ફેરવે ત્યારે…૬ રમૂજ કરતા રે, રાજીવનેણ રૂપાળા; કોઈ હરિજનની રે, માગી લઈને માળા…૭ બેવડી રાખી રે, બબ્બે મણકા જોડે; ફેરવે તાણી રે, કંઈક માળા તોડે…૮ વાતો કરે રે, રમૂજ કરીને હસતા; ભેળી કરી રે, માળા કરમાં ઘસતા…૯ ક્યારેક મીંચી રે, નેત્રકમળને સ્વામી; પ્રેમાનંદ કહે રે, ધ્યાન ધરે બહુનામી…૧૦ સાંભળ સૈયર રે, લીલા નટનાગરની; સુણતાં સુખડું રે, આપે સુખસાગરની…૧ નેત્રકમળને રે, રાખી ઉઘાડાં ક્યારે; ધ્યાન ધરીને રે, બેસે જીવન બારે…૨ ક્યારેક ચમકી રે, ધ્યાન કરંતા જાગે; જોતા જીવન રે, જન્મ મરણ દુ:ખ ભાગે…૩ પોતા આગળ રે, સભા ભરાઈ બેસે; સંત હરિજન રે, સામું જોઈ રહે છે…૪ ધ્યાન ધરીને રે, બેઠા હોય હરિ પોતે; સંત હરિજન રે, તૃપ્ત ન થાય જોતે…૫ સાધુ કીર્તન રે, ગાય વજાડી વાજાં; તેમને જોઈ રે, મગન થાય મહારાજા…૬ તેમની ભેળા રે, ચપટી વજાડી ગાય; સંત હરિજન રે, નીરખી રાજી થાય…૭ ક્યારેક સાધુ રે, ગાય વજાડી તાળી; ભેળા ગાય રે, તાળી દઈ વનમાળી…૮ આગળ સાધુ રે, કીર્તન ગાય જ્યારે; પોતા આગળ રે, કથા વંચાય ત્યારે…૯ પોતે વાર્તા રે, કરતા હોય બહુનામી; ખસતા આવે રે, પ્રેમાનંદના સ્વામી…૧૦ મનુષ્યલીલા રે, કરતા મંગલકારી; ભક્તસભામાં રે, બેઠા ભવભયહારી…૧ જેને જોતાં રે, જાયે જગ આસક્તિ; જ્ઞાન વૈરાગ્ય રે, ધર્મ સહિત જે ભક્તિ…૨ તે સંબંધી રે, વાર્તા કરતા ભારી; હરિ સમજાવે રે, નિજ જનને સુખકારી…૩ યોગ ને સાંખ્ય રે, પંચરાત્ર વેદાંત; એ શાસ્ત્રનો રે, રહસ્ય કહે કરી ખાંત…૪ જ્યારે હરિજન રે, દેશ દેશના આવે; ઉત્સવ ઉપર રે, પૂજા બહુ વિધ લાવે…૫ જાણી પોતાના રે, સેવકજન અવિનાશી; તેમની પૂજા રે, ગ્રહણ કરે સુખરાશિ…૬ ભક્ત પોતાના રે, તેને શ્યામ સુજાણ; ધ્યાન કરાવી રે, ખેંચે નાડી પ્રાણ…૭ ધ્યાનમાંથી રે, ઉઠાડે નિજ જનને; દેહમાં લાવે રે, પ્રાણ ઇન્દ્રિય મનને…૮ સંત સભામાં રે, બેઠા હોય અવિનાશ; કોઈ હરિજનને રે, તેડવો હોય પાસ…૯ પહેલી આંગળી રે, નેત્રતણી કરી સાન; પ્રેમાનંદ કહે રે, સાદ કરે ભગવાન…૧૦ મોહનજીની રે, લીલા અતિ સુખકારી; આનંદ આપે રે, સુણતાં ન્યારી ન્યારી…૧ ક્યારેક વાતો રે, કરે મુનિવર સાથે; ગુચ્છ ગુલાબના રે, ચોળે છે બે હાથે…૨ શીતળ જાણી રે, લીંબુ હાર ગુલાબી; તેને રાખે રે, આંખો ઉપર દાબી…૩ ક્યારેક પોતે રે, રાજીપામાં હોયે; વાતો કરે રે, કથા વંચાય તોયે…૪ સાંભળે કીર્તન રે, પોતે કાંઈક વિચારે; પૂછવા આવે રે, જમવાનું કોઈ ત્યારે…૫ હાર ચઢાવે રે, પૂજા કરવા આવે; તેના ઉપર રે, બહુ ખીજી રિસાવે…૬ કથા સાંભળતાં રે, હરે હરે કહી બોલે; મર્મ કથાનો રે, સુણી મગન થઈ ડોલે…૭ ભાન કથામાં રે, બીજી ક્રિયામાંય; ક્યારેક અચાનક રે, જમતાં હરે બોલાય…૮ થાય સ્મૃતિ રે, પોતાને જ્યારે તેની; થોડુંક હસે રે, ભક્ત સામું જોઈ બેની…૯ એમ હરિ નિત્ય નિત્ય રે, આનંદરસ વરસાવે; એ લીલારસ રે, જોઈ પ્રેમાનંદ ગાવે…૧૦ સાંભળ સજની રે, દિવ્ય સ્વરૂપ મોરારિ; કરે ચરિત્ર રે, મનુષ્ય વિગ્રહ ધારી…૧ થયા મનોહર રે, મોહન મનુષ્ય જેવા; રૂપ અનુપમ રે, નિજ જનને સુખ દેવા…૨ ક્યારેક ઢોલિયે રે, બેસે શ્રી ઘનશ્યામ; ક્યારેક બેસે રે, ચાકળે પૂરણકામ…૩ ક્યારેક ગોદડું રે, ઓછાડે સહિતે; પાથર્યું હોય રે, તે પર બેસે પ્રીતે…૪ ક્યારેક ઢોલિયા રે, ઉપર તકિયો ભાળી; તે પર બેસે રે, શ્યામ પલાંઠી વાળી…૫ ઘણુંક બેસે રે, તકિયે ઓઠિંગણ દઈને; ક્યારેક ગોઠણ રે, બાંધે ખેસ લઈને…૬ ક્યારેક રાજી રે, થાય અતિશે આલી; સંત હરિજનને રે, ભેટે બાથમાં ઘાલી…૭ ક્યારેક માથે રે, લઈ મેલે બે હાથ; છાતી માંહી રે, ચરણકમળ દે નાથ…૮ ક્યારેક આપે રે, હાર તોરા ગિરધારી; ક્યારેક આપે રે, અંગનાં વસ્ત્ર ઉતારી…૯ ક્યારેક આપે રે, પ્રસાદીના થાળ; પ્રેમાનંદ કહે રે, ભક્તતણા પ્રતિપાળ…૧૦ એવાં કરે રે, ચરિત્ર પાવનકારી; શુકજી સરખા રે, ગાવે નિત્ય સંભારી…૧ ક્યારેક જીભને રે, દાંત તળે દબાવે; ડાબે જમણે રે, પડખે સહજ સ્વભાવે…૨ છીંક જ્યારે આવે રે, ત્યારે રૂમાલ લઈને; છીંક ખાયે રે, મુખ પર આડો દઈને…૩ રમૂજ આણી રે, હસે અતિ ઘનશ્યામ; મુખ પર આડો રે, રૂમાલ દઈ સુખધામ…૪ ક્યારેક વાતો રે, કરતા થકા દેવ; છેડે રૂમાલને રે, વળ દેવાની ટેવ…૫ અતિ દયાળુ રે, સ્વભાવ છે સ્વામીનો; પરદુ:ખહારી રે, વારી બહુનામીનો…૬ કોઈને દુ:ખિયો રે, દેખી ન ખમાય; દયા આણી રે, અતિ આકળા થાય…૭ અન્ન ધન વસ્ત્ર રે, આપીને દુ:ખ ટાળે; કરુણા દૃષ્ટિ રે, દેખી વાન જ વાળે…૮ ડાબે ખભે રે, ખેસ આડસોડે નાખી; ચાલે જમણા રે, કરમાં રૂમાલ રાખી…૯ ક્યારેક ડાબો રે, કર કેડ ઉપર મેલી; ચાલે વહાલો રે, પ્રેમાનંદનો હેલી…૧૦ નિત્ય નિત્ય નૌતમ રે, લીલા કરે હરિરાય; ગાતાં સુણતાં રે, હરિજન રાજી થાય…૧ સહજ સ્વભાવે રે, ઉતાવળા બહુ ચાલે; હેત કરીને રે, બોલાવે બહુ વાલે…૨ ક્યારેક ઘોડે રે, ચડવું હોય ત્યારે; ક્યારેક સંતને રે, પીરસવા પધારે…૩ ત્યારે ડાબે રે, ખંભે ખેસને આણી; ખેસને બાંધે રે, કેડ સંગાથે તાણી…૪ પીરસે લાડુ રે, જલેબી ઘનશ્યામ; જણસ જમ્યાની રે, લઈ લઈ તેનાં નામ…૫ ફરે પંગતમાં રે, વારંવાર મહારાજ; સંત હરિજનને રે, પીરસવાને કાજ…૬ શ્રદ્ધા ભક્તિ રે, અતિ ઘણી પીરસતાં; કોઈના મુખમાં રે, આપે લાડુ હસતાં…૭ પાછલી રાત્રિ રે, ચાર ઘડી રહે ત્યારે; દાતણ કરવા રે, ઊઠે હરિ તે વારે…૮ ન્હાવા બેસે રે, નાથ પલાંઠી વાળી; કર લઈ કળશ્યો રે, જળ ઢોળે વનમાળી…૯ કોરે વસ્ત્રે રે, કરી શરીરને લુવે; પ્રેમાનંદ કહે રે, હરિજન સર્વે જુવે…૧૦ રૂડા શોભે રે, નાહીને ઊભા હોવે; વસ્ત્ર પહેરેલું રે, સાથળ વચ્ચે નીચોવે…૧ પગ સાથળને રે, લુહીને સારંગપાણિ; કોરા ખેસને રે, પહેરે સારી પેઠે તાણી…૨ ઓઢી ઉપરણી રે, રેશમી કોરની વહાલે; આવે જમવા રે, ચાખડીએ ચડી ચાલે…૩ માથે ઉપરણી રે, ઓઢી બેસે જમવા; કાન ઉઘાડા રે, રાખે મુજને ગમવા…૪ જમતાં ડાબા રે, પગની પલાંઠી વાળી; તે પર ડાબો રે, કર મેલે વનમાળી…૫ જમણા પગને રે, રાખી ઊભો શ્યામ; તે પર જમણો રે, કર મેલે સુખધામ…૬ રૂડી રીતે રે, જમે દેવના દેવ; વારે વારે રે, પાણી પીધાની ટેવ…૭ જણસ સ્વાદુ રે, જણાય જમતાં જમતાં; પાસે હરિજન રે, બેઠા હોય મનગમતા…૮ તેમને આપી રે, પછી પોતે જમે; જમતાં જીવન રે, હરિજનને મન ગમે…૯ ફેરવે જમતાં રે, પેટ ઉપર હરિ હાથ; ઓડકાર ખાયે રે, પ્રેમાનંદના નાથ…૧૦ ચળું કરે રે, મોહન તૃપ્ત થઈને; દાંતને ખોતરે રે, સળી રૂપાની લઈને…૧ મુખવાસ લઈને રે, ઢોલિયે બિરાજે; પૂજા કરે રે, હરિજન હેતે ઝાઝે…૨ પાંપણ ઉપર રે, આંટો લઈ અલબેલો; ફેંટો બાંધે રે, છોગું મેલી છેલો…૩ વર્ષાઋતુ રે, શરદઋતુને જાણી; ઘેલા નદીનાં રે, નિર્મળ નીર વખાણી…૪ સંત હરિજનને રે, સાથે લઈને શ્યામ; ન્હાવા પધારે રે, ઘેલે પૂરણકામ…૫ બહુ જળક્રીડા રે, કરતાં જળમાં ન્હાય; જળમાં તાળી રે, દઈને કીર્તન ગાય…૬ નાહીને બારા રે, નીસરી વસ્ત્ર પહેરી; ઘોડે બેસી રે, ઘેર આવે રંગલહેરી…૭ પાવન યશને રે, હરિજન ગાતા આવે; જીવન જોઈને રે, આનંદ ઉર ન સમાવે…૮ ગઢપુરવાસી રે, જોઈને જગઆધાર; સુફળ કરે છે રે, નેણાં વારંવાર…૯ આવી બિરાજે રે, ઓસરીએ બહુનામી; ઢોલિયા ઉપર રે, પ્રેમાનંદના સ્વામી…૧૦ નિજ સેવકને રે, સુખ દેવાને કાજ; પોતે પ્રગટ્યા રે, પુરુષોત્તમ મહારાજ…૧ ફળિયામાંહી રે, સભા કરી બિરાજે; પૂરણ શશી રે, ઉડુગણમાં જેમ છાજે…૨ બ્રહ્મરસ વરસી રે, તૃપ્ત કરે હરિજનને; પોઢે રાત્રે રે, જમી શ્યામ શુદ્ધ અન્નને…૩ બે આંગળીઓ રે, તિલક કર્યાની પેરે; ભાલ વચ્ચે રે, ઊભી રાખી ફેરે…૪ સૂતાં સૂતાં રે, માળા માગી લઈને; જમણે હાથે રે, નિત્ય ફેરવે ચિત્ત દઈને…૫ ભૂલ ન પડે રે, કેદી એવું નિયમ; ધર્મકુંવરની રે, સહજ પ્રકૃતિ એમ…૬ ભર નિદ્રામાં રે, પોઢ્યા હોય મુનિરાય; કોઈ અજાણે રે, લગાર અડી જાય…૭ ત્યારે ફડકી રે, જાગે સુંદર શ્યામ; કોણ છે ? પૂછે રે, સેવકને સુખધામ…૮ એવી લીલા રે, હરિની અનંત અપાર; મેં તો ગાઈ રે, કાંઈક મતિ અનુસાર…૯ જે કોઈ પ્રીતે રે, શીખશે સુણશે ગાશે; પ્રેમાનંદનો રે, સ્વામી રાજી થાશે…૧૦ ઓરા આવો શ્યામ સ્નેહી, સુંદરવર જોઉં વ્હાલા; જતન કરીને જીવન મારા, જીવમાંહી પ્રોઉં વ્હાલા…૧ ચિહ્ન અનુપમ અંગોઅંગનાં, સૂરતે સંભારું વ્હાલા; નખશિખ નીરખી નૌતમ મારા, ઉરમાં ઉતારું વ્હાલા…૨ અરુણકમળ સમ જુગલ ચરણની, શોભા અતિ સારી વ્હાલા; ચિંતવન કરવા આતુર અતિ, મનવૃત્તિ મારી વ્હાલા…૩ પ્રથમ તે ચિંતવન કરું, સુંદર સોળે ચિહ્ન વ્હાલા; ઊર્ધ્વરેખા ઓપી રહી, અતિશે નવીન વ્હાલા…૪ અંગૂઠા આંગળી વચ્ચેથી, નીસરીને આવી વ્હાલા; પાનીની બે કોરે જોતાં, ભક્તને મન ભાવી વ્હાલા…૫ જુગલ ચરણમાં કહું મનોહર, ચિહ્ન તેનાં નામ વ્હાલા; શુદ્ધ મને કરી સંભારતાં, નાશ પામે કામ વ્હાલા…૬ અષ્ટકોણ ને ઊર્ધ્વરેખા, સ્વસ્તિક જાંબુ જવ વ્હાલા; વજ્ર અંકુશ કેતુ ને પદ્મ, જમણે પગે નવ વ્હાલા…૭ ત્રિકોણ કળશ ને ગોપદ સુંદર, ધનુષ ને મીન વ્હાલા; અર્ધચંદ્ર ને વ્યોમ સાત છે, ડાબે પગે ચિહ્ન વ્હાલા…૮ જમણા પગના અંગૂઠાના, નખમાંહી ચિહ્ન વ્હાલા; તે તો નીરખે જે કોઈ ભક્ત, પ્રીતિએ પ્રવીણ વ્હાલા…૯ એ જ અંગૂઠાને બારે, તિલ એક નૌતમ ધારું વ્હાલા; પ્રેમાનંદ કહે નીરખું પ્રીતે, પ્રાણ લઈ વારું વ્હાલા…૧૦ હવે મારા વાલાને નહિ રે વિસારું રે, શ્વાસ ઉચ્છ્વાસે તે નિત્ય સંભારું રે…૧ પડ્યું મારે સહજાનંદજી શું પાનું રે, હવે હું તો કેમ કરી રાખીશ છાનું રે…૨ આવ્યું મારે હરિવર વરવાનું ટાણું રે, એ વર નહિ મળે ખરચે નાણું રે…૩ એ વર ભાગ્ય વિના નવ ભાવે રે, એ સ્નેહ લગ્ન વિના નવ આવે રે…૪ દુરિજન મન રે માને તેમ કહેજો રે, સ્વામી મારા હૃદયની ભીતર રહેજો રે…૫ હવે હું તો પૂરણ પદવીને પામી રે, મળ્યા મને નિષ્કુળાનંદના સ્વામી રે…૬ હવે મારા વહાલાનાં દર્શન સારુ, હરિજન આવે હજારે હજારું…૧ ઢોલિયે બિરાજે સહજાનંદ સ્વામી, પૂરણ પુરુષોત્તમ અંતરજામી…૨ સભા મધ્યે બેઠા મુનિનાં વૃંદ; તેમાં શોભે તારે વીંટ્યો જેમ ચંદ…૩ દુરગપુર ખેલ રચ્યો અતિ ભારી, ભેળા રમે સાધુ અને બ્રહ્મચારી…૪ તાળી પાડે ઊપડતી અતિ સારી, ધૂન થાય ચૌદ લોક થકી ન્યારી…૫ પાઘડલીમાં છોગલિયું અતિ શોભે, જોઈ જોઈ હરિજનનાં મન લોભે…૬ પધાર્યા વહાલો સર્વે તે સુખના રાશિ, સહજાનંદ અક્ષરધામના વાસી…૭ ભાંગી મારી જન્મોજન્મની ખામી, મળ્યા મને નિષ્કુળાનંદના સ્વામી…૮ વંદું સહજાનંદ રસરૂપ, અનુપમ સારને રે લોલ; જેને ભજતાં છૂટે ફંદ, કરે ભવ પારને રે લોલ. સમરું પ્રગટ રૂપ સુખધામ, અનુપમ નામને રે લોલ; જેને ભવ બ્રહ્માદિક દેવ, ભજે તજી કામને રે લોલ. જે હરિ અક્ષરબ્રહ્મ આધાર, કે પાર કોઈ નવ લહે રે લોલ; જેને શેષ સહસ્રમુખ ગાય, નિગમ નેતિ કહે રે લોલ. વર્ણવું સુંદર રૂપ અનુપ, જુગલ ચરણે નમી રે લોલ; નખશિખ પ્રેમસખીના નાથ, રહો ઉરમાં રમી રે લોલ. આવો મારા મોહન મીઠડા લાલ, કે જોઉં તારી મૂર્તિ રે લોલ; જતન કરી રાખું રસિયારાજ, વિસારું નહિ ઉરથી રે લોલ. મન મારું મોહ્યું મોહનલાલ, પાઘડલીની ભાતમાં રે લોલ; આવો ઓરા છોગલાં ખોસું છેલ, ખાંતીલા જોઉં ખાંતમાં રે લોલ. વહાલા તારું ઝળકે સુંદર ભાલ, તિલક રૂડાં કર્યાં રે લોલ; વહાલા તારા વામ કરણમાં તિલ, તેણે મનડાં હર્યાં રે લોલ. વહાલા તારી ભ્રૂકુટીને બાણે શ્યામ, કાળજ મારાં કોરિયાં રે લોલ; નેણે તારે પ્રેમસખીના નાથ, કે ચિત્ત મારાં ચોરિયાં રે લોલ. વહાલા મને વશ કીધી વ્રજરાજ, વાલપ તારા વહાલમાં રે લોલ; મન મારું તલખે જોવા કાજ, ટીબકડી છે ગાલમાં રે લોલ. વહાલા તારી નાસિકા નમણી નાથ, અધરબિંબ લાલ છે રે લોલ; છેલા મારા પ્રાણ કરું કુરબાન, જોયા જેવી ચાલ છે રે લોલ. વહાલા તારા દંત દાડમનાં બીજ, ચતુરાઈ કરી ચાવતા રે લોલ; વહાલા મારા પ્રાણ હરો છો નાથ, મીઠું મીઠું ગાવતા રે લોલ. વહાલા તારે હસવે હરાણું ચિત્ત, બીજું હવે નવ ગમે રે લોલ; મન મારું પ્રેમસખીના નાથ, કે તમ કેડે ભમે રે લોલ. રસિયા જોઈ રૂપાળી કોટ, રૂડી રેખાવળી રે લોલ; વહાલા મારું મનડું મળવા ચહાય, કે જાય ચિત્તડું ચળી રે લોલ. વહાલા તારી જમણી ભુજાને પાસ, રૂડા તિલ ચાર છે રે લોલ; વહાલા તારા કંઠ વચ્ચે તિલ એક, અનુપમ સાર છે રે લોલ. વહાલા તારા ઉરમાં વિનગુણ હાર, જોઈ નેણાં ઠરે રે લોલ; વહાલા તે તો જાણે પ્રેમીજન, જોઈ નિત્ય ધ્યાન ધરે રે લોલ. રસિયા જોઈ તમારું રૂપ, રસિક જન ઘેલડા રે લોલ; આવો વહાલા પ્રેમસખીના નાથ, સુંદરવર છેલડા રે લોલ. વહાલા તારી ભુજા જુગલ જગદીશ, જોઈને જાઉં વારણે રે લોલ; કરનાં લટકાં કરતાં લાલ, આવોને મારે બારણે રે લોલ. વહાલા તારી આંગળીઓની રેખા, નખમણિ જોઈને રે લોલ; વહાલા મારા ચિત્તમાં રાખું ચોરી, કહું નહિ કોઈને રે લોલ. વહાલા તારા ઉરમાં અનુપમ છાપ, જોવાને જીવ આકળો રે લોલ; વહાલા મારે હૈડે હરખ ન માય, જાણું જે હમણાં મળો રે લોલ. વહાલા તારું ઉદર અતિ રસરૂપ, શીતળ સદા નાથજી રે લોલ; આવો ઓરા પ્રેમસખીના પ્રાણ, મળું ભરી બાથજી રે લોલ. વહાલા તારી મૂર્તિ અતિ રસરૂપ, રસિક જોઈને જીવે રે લોલ; વહાલા એ રસના ચાખણહાર, કે છાશ તે નવ પીવે રે લોલ. વહાલા મારે સુખ સંપત તમે શ્યામ, મોહન મનભાવતા રે લોલ; આવો મારે મંદિર જીવનપ્રાણ, હસીને બોલવતા રે લોલ. વહાલા તારું રૂપ અનુપમ ગૌર, મૂર્તિ મનમાં ગમે રે લોલ; વહાલા તારું જોબન જોવા કાજ, કે ચિત્ત ચરણે નમે રે લોલ. આવો મારા રસિયા રાજીવનેણ, મરમ કરી બોલતા રે લોલ; આવો વહાલા પ્રેમસખીના સેણ, મંદિર મારે ડોલતા રે લોલ. વહાલા તારું રૂપ અનુપમ નાથ, ઉદર શોભા ઘણી રે લોલ; ત્રિવળી જોઉં સુંદર છેલ, આવોને ઓરા અમ ભણી રે લોલ. વહાલા તારી નાભિ નૌતમરૂપ, ઊંડી અતિ ગોળ છે રે લોલ; કટિલંક જોઈને જાદવરાય, કે મન રંગચોળ છે રે લોલ. વહાલા તારી જંઘા જુગલની શોભા, મનમાં જોઈ રહું રે લોલ; વહાલા નિત્ય નીરખું પિંડી ને પાની, કોઈને નવ કહું રે લોલ. વહાલા તારાં ચરણકમળનું ધ્યાન, ધરું અતિ હેતમાં રે લોલ; આવો વહાલા પ્રેમસખીના નાથ, રાખું મારા ચિત્તમાં રે લોલ. વહાલા તારાં જુગલ ચરણ રસરૂપ, વખાણું વહાલમાં રે લોલ; વહાલા અતિ કોમળ અરુણ રસાળ, ચોરે ચિત્ત ચાલમાં રે લોલ. વહાલા તારે જમણે અંગૂઠે તિલ, કે નખમાં ચિહ્ન છે રે લોલ; વહાલા છેલી આંગળીએ તિલ એક, જોવાને મન દીન છે રે લોલ. વહાલા તારા નખની અરુણતા જોઈ, શશીકળા ક્ષીણ છે રે લોલ; વહાલા રસચોર ચકોર જે ભક્ત, જોવાને પ્રવીણ છે રે લોલ. વહાલા તારી ઊર્ધ્વરેખામાં ચિત્ત, રહો કરી વાસને રે લોલ; માગે પ્રેમસખી કર જોડી, દેજો દાન દાસને રે લોલ. માગે પ્રેમસખી કર જોડી, દેજો દાન દાસને રે લોલ. રે શ્યામ તમે સાચું નાણું, બીજું સર્વે દુ:ખદાયક જાણું; રે શ્યામ તમે સાચું નાણું. રે તમ વિના સુખ સંપત કહાવે, તે તો સર્વે મહાદુ:ખ ઉપજાવે; અંતે એમાં કામ કોઈ નાવે… રે શ્યામ તમે સાચું નાણું. રે મૂરખ લોક મરે ભટકી, જૂઠા સંગે હારે શિર પટકી; એથી મારી મનવૃત્તિ અટકી… રે શ્યામ તમે સાચું નાણું. રે અખંડ અલૌકિક સુખ તારું, તે જોઈ જોઈ મન મોહ્યું મારું; ધરા ધન તમ ઉપર વારું… રે શ્યામ તમે સાચું નાણું. રે બ્રહ્માથી કીટ લગી જોયું, જૂઠું સુખ જાણીને વગોવ્યું; મુક્તાનંદ મન તમ સંગ મોહ્યું… રે શ્યામ તમે સાચું નાણું, બીજું સર્વે દુ:ખદાયક જાણું; રે શ્યામ તમે સાચું નાણું. અક્ષરના વાસી વહાલો આવ્યા અવની પર, નવખંડ ધરતીમાં સ્વામી છતરાયા ચાલે રાજ… અક્ષરના વાસી વહાલો આવ્યા અવની પર. અવની પર આવી વહાલે સત્સંગ સ્થાપ્યો, હરિજનને કોલ કલ્યાણનો આપ્યો રાજ… અક્ષરના વાસી વહાલો આવ્યા અવની પર. પાંચે વર્તમાન પાળે બાઈઓ ને ભાઈઓ, હરિજન સંગે કીધી સાચી સગાઈઓ રાજ… અક્ષરના વાસી વહાલો આવ્યા અવની પર. બાઈઓ દેખીને ભાઈઓ છેટેરા ચાલે, પડી વસ્તુ કોઈની હાથે નવ ઝાલે રાજ… અક્ષરના વાસી વહાલો આવ્યા અવની પર. દેવોના દેવ વહાલો ધામના ધામી, પ્રગટ પ્રભુનું નામ સહજાનંદ સ્વામી રાજ… અક્ષરના વાસી વહાલો આવ્યા અવની પર. પ્રેમાનંદનો વહાલો આનંદકારી, પોતાના જનની વાલે લાજ વધારી રાજ… અક્ષરના વાસી વહાલો આવ્યા અવની પર, નવખંડ ધરતીમાં સ્વામી છતરાયા ચાલે રાજ… અક્ષરના વાસી વહાલો આવ્યા અવની પર. પોઢે પ્રભુ સકળ મુનિ કે શ્યામ; સ્વામિનારાયણ દિવ્ય મૂર્તિ, સંતન કે વિશ્રામ… પોઢે પ્રભુ સકળ મુનિ કે શ્યામ. અક્ષર પર આનંદઘન પ્રભુ, કિયો હૈ ભૂપર ઠામ; જેહી મિલત જન તરત માયા, લહત અક્ષરધામ… પોઢે પ્રભુ સકળ મુનિ કે શ્યામ. શારદ શેષ મહેશ મહામુનિ, જપત જેહી ગુનનામ; જાસ પદરજ શીશ ધરી ધરી, હોવત જન નિષ્કામ… પોઢે પ્રભુ સકળ મુનિ કે શ્યામ. પ્રેમ કે પર્યંક પર પ્રભુ, કરત સુખ આરામ; મુક્તાનંદ નિજ ચરન ઢિગ ગુન, ગાવત આઠો જામ… પોઢે પ્રભુ સકળ મુનિ કે શ્યામ; સ્વામિનારાયણ દિવ્ય મૂર્તિ, સંતન કે વિશ્રામ… પોઢે પ્રભુ સકળ મુનિ કે શ્યામ.

100 thoughts on “Shree Hari ni Swabhavik Chesta | Swaminarayan Film | Full Chesta 3D Animation | Chesta na Pado

 1. I don't mind ads,
  I don't mind buffering,

  But when ads buffer I suffer
  Jay Shree Swaminarayan

 2. વાહ મહારાજ વાહ……👌
  Thank you! 🙏
  ગુરુજી અને સંતો !
  અહો અહો !
  આ 3️⃣🇩 ચેષ્ટા ના માધ્યમથી મહારાજની તે લીલાઓ સહેજે સંભારી આવે છે…🥰
  શું મહારાજની મૂર્તિ 🥰 છે જે ચેષ્ટાની…👏👌

 3. 😍😍😍😍😍😇😇😇😇😇👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏

 4. Swaminarayan sampraday ne ek request ke jem buddh Sikh Jain hinduism maathi alag alag alag thai gaya tem tame pan alag thai Jata nahi……aapdo Hindu dharm sauthi shresth se…..

 5. Jay swaminarayan 🙏 🙏
  Ha mahraja tamri murati Mana mala
  Thank you so much guruji and Santo🙏🙏🙏

 6. Jay swaminarayan saras thank you for this unforgettable chesta

 7. हैपृभू मुझे इतनी शक्ति प्रदान कर मेरी नोकरीक मील जाय जय सामी नारायण

 8. Jayswaminarayan ava saras shrihari ni chesta banava mate thanks. Swamiji

 9. પો ઢ નીયા માં પ્રભુ પાણી પીધા પછી મોઢામાં શું જમે છે??? શું છે એ???

 10. Excellent, Beautiful, amazing animation work. During this we are fully in Bhakti mode. Jai Swaminarayan

 11. 18:37 is my fav moment of Maharaj It's like he is looking at me and raising his eyebrow

 12. Prabhu ni shayan samay ni mukharvund joi ne suva thi tentiin jay chhe ane nindra saru ave chhe ane Amrutvela ankh khule

 13. This Chesta is very good it should bi Lisandro and read everyday we watch everyday nice work jay swaminarayan

 14. @11:36 ,there is sharnai vadan in background, can anyone tell which raga it is?

 15. @11:36, શરણાઈ વાદનનો રાગ કયો છે?

 16. Excellent, Beyond Imagination. Thanks to Pujya Gyan Swami for giving incredible gift to our sampraday. Jay Swaminarayan

 17. Jay Swaminarayan
  Jem Gurudev Shashtri shree Dharmjivan swami a ek bhavya gurukul ni parampara sharu kari temaj P.Gyan swami a ek Ajod, Adwitiya, Akalpaniya Purshotam narayan ni chesta jivant kari..

  Shat shat dandwat pranam P. Gyan swami ane teni team ne..

 18. Jay Swaminarayan! 🙏 🙏 🙏
  THANK YOU, PU. GURUJI!!!!!! I love it! 💖

 19. 🙏🙏🙏He Maharaj Shu Sukh Aave Chhe Tamari Chesta Joine🙏🙏🙏

 20. Thank you so much Guruji 🙏😇😇😇😇🙏🙏🙏

 21. સ્વામી આભાર તમારો માહરાજ નો સાક્ષાત્કાર કરાવો

 22. CHESATATHI HARIJINU SMRAN, RATAN, DHYAN, SVRUPNU MAHASUKHANI PRAPTINU SUPACHY ANUBHAVAY CHE CINTAN, MANAN, AND MANCI PUJAMA UPYOGI CHE..

 23. ભગવાન ના આ દિવ્ય ચરિત્ર જોઈ આનંદ થાય છે. જય સ્વામિનારાયણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *